મોંઘવારી મને નડી

Posted by kakasab on Monday, September 10, 2007

કેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

જેટલામાં મળતી પહેલા અનાજ ભરી ગૂણ,
તેટલામાં મળી મને ખાલી ગૂણ...

પડ્યો હું બીમાર, લેવા ગયો દવા.
ડોકટરની ફી ચૂકવી વધુ થયો બીમાર.

કર્યો મેં વિચાર બચવાનો મોત છે સરળ ઉપાય,
કારજ ના ખર્ચનો કર્યો હિસાબ અને માંડી વાળ્યો વિચાર.

નામથી ભલે હોય મોંઘી કે લક્ષ્મી,
બધાને આ મોંઘવારી નડી..

બસના ભાડામાં, ગાડીના પેટ્રોલમાં,
બાળકોના નખરામાં, પત્નિની સાડીમાં,
બતીના બીલમાં, મકાનના ભાડામાં,

કેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

-------------------------------------------------------------
નોંધ: રચીયતા કોણ છે તે વિશે જાણવા નથી મળેલ, જો કોઈ ને જાણ હોય તો બતાવશો

0 comments:
 
 
 
Template by Myo Kyaw Htun under C.C