તકદીર

Posted by kakasab on Sunday, September 16, 2007

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન',
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

મોંઘવારી મને નડી

Posted by kakasab on Monday, September 10, 2007

કેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

જેટલામાં મળતી પહેલા અનાજ ભરી ગૂણ,
તેટલામાં મળી મને ખાલી ગૂણ...

પડ્યો હું બીમાર, લેવા ગયો દવા.
ડોકટરની ફી ચૂકવી વધુ થયો બીમાર.

કર્યો મેં વિચાર બચવાનો મોત છે સરળ ઉપાય,
કારજ ના ખર્ચનો કર્યો હિસાબ અને માંડી વાળ્યો વિચાર.

નામથી ભલે હોય મોંઘી કે લક્ષ્મી,
બધાને આ મોંઘવારી નડી..

બસના ભાડામાં, ગાડીના પેટ્રોલમાં,
બાળકોના નખરામાં, પત્નિની સાડીમાં,
બતીના બીલમાં, મકાનના ભાડામાં,

કેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

-------------------------------------------------------------
નોંધ: રચીયતા કોણ છે તે વિશે જાણવા નથી મળેલ, જો કોઈ ને જાણ હોય તો બતાવશો

ઘવાયો છું..

હરેક આદમીથી સવાયો છું હું
પ્રત્યેક આયનામાં છવાયો છું હું
આંખો મળે પિગળે હ્યદય મિણવત
ને હરપળ હ્યદયથી ઘવાયો છું હું
ધારો કે એમનો રિવાજ જૂનો,
અજાણતાં એમાં હોમાયો છું હું
ઓજસ પછી નિબિડ તિમીર,
તારલીયો થઈ ઝળકાયો છું હું
મળે બધાને જળ સારો મૃગજળ
કે આખે આખો ફસાયો છું હું
એને ફિકરના જિંદગી કે મરણની,
એના વરદહસ્તે હણાયો છું હું


વિનોદ બામણિયા 'અતીત'

લોકસાહિત્યનાં ભૂલાઈ ચૂકેલા - પાંચકડા...

નિજાનંદ માટે રચાયેલા લોકસાહિત્યે લોકજીવનને તંદુરસ્ત રાખવાનું મુલ્યવાન કાર્ય કર્યુ છે.
આ લાખેણા લોકસાહિત્યના પ્રકારો પણ કેટકેટલા !
લોકગીતો, લોકવારતાઓ, ભજનો, ધોળ, સાવળો,
સરજુ, છંદ, દૂહા, ઉખાણાં, જોડકણાં, હરિયાળી, હડૂલા, રમતગીતો, હોળીના ફાગ,
રામવળા, ચંદ્રવળા, હાલરડાં, સલોકા, ડીંગ, વડછડ, ભવાઈગીતો, છાજિયા, રાજિયા,
મરશિયા ઇત્યાદિ અનેક પ્રકારોમાં પથરાયેલું છે. તેમાં જોડકણાં અને ઉખાણાંને મળતો એક વિશિષ્ટ પ્રકાર છે પાંચકડા...

પાંચકડા માટે કહેવું હોય તો કહી શકાય કે પાંચ ચરણનું હાસ્યપ્રધાન જોડકણું જેમાં ઘણીવાર ગંભીર વાત હસીને કહેવામાં આવે છે.


સારં ગામ સરવેડીને, પાદર ઝાઝાં કૂવા,
બાયું એટલી ભક્તાણીને આદમી એટલા ભૂવા
હરિતારાં પાંચ પાંચકડાં.
_____________________________

સારું ગામ સમાણી, નઈં મોરલી નઈં ખાવા,
મોયાપાંતે મજા કરે છે, એક કૂતરી ને બે બાવા,
હરિ તારા પાંચ પાંચકડાં.

વધુ વાંચો : http://www.orkut.com/CommMsgs.aspx?cmm=34539630&tid=2545687849404412108&start=1

ઘાયલ બની તો જુઓ

કોઈ તમારા માટે જીવ આપી શકે છે,
પણ તેના માટે લાગણી તો પેદા કરી જુઓ
તમારાં આવા વર્તનથી લોકો દુ:ખી થાય છે,
ક્યારેક તો એ દુ:ખનો અહેસાસ કરી જુઓ
તમે બીજાને હસાવી શકો છો પણ,
જરા તેના તરફ એક હાસ્ય તો કરી જુઓ
હંમેશા બીજાને સુધારવા સારાં લાગે છે,
પણ એકવાર ખુદને બદલી તો જુઓ
લોકોને તડપાવવા, રડાવવા સારાં લાગે છે,
પણ એકવાર આ તડપ અનુભવી તો જુઓ
લોકોના લોહી વહાવવા સારાં લાગે છે તમને,
પણ એકવાર એક લોહીનું ટીપું તો પાડી જુઓ
કહે છે કે લોકોને ઘાયલ કરતા આવડે છે તમને,
પણ ખુદ એકવાર ઘાયલ બની તો જુઓ


વિજય રાવળ 'રવિ'

તમે મારી પાસે હોત...

આ ચાંદની ખીલી ઊઠત
તારલીયા નભ પર નાચત
મદહોશીનો આલમ હોત
જો તમે મારી પાસે હોત...
લહેર સાગરની ઊછળે,
એમા પણ લય હોત.
ડૂબતી નૌકા પણ સાગરમાં તન્મય હોત
જો તમે મારી પાસે હોત...
એક બીજાનાં આલીંગનમાં
કિનારે ખોવાઈ જાત,
નાળીયેરીના વૃક્ષો ઝુમત
તડકા છાયડાં થયા, ગયા,
ક્યારે એ ખબર ન હોત
જો તમે મારી પાસે હોત...
પવનના લેહરકા તમારા
ગાલના ખંજનને ચુમત
મારા અધર પણ તમારા અધરના પ્યાસા હોત
સંપુર્ણ બ્રહ્નાંડ મારા પ્રેમનું સાક્ષી થાત
મૌસમમાં ગજબ ફોરમ હોત
કાશ ! તમે મારી પાસે હોત...


વિનોદ દેવરા 'પાયલ'

મુલાકાત

તારી સાથેની મુલાકાત,
સાજન અમે પ્યાર સમજી બેઠા.
કોરા કાગળના જીવન પર,
સાજન અમે તારું નામ લખી બેઠા.
મહોબત્તની દુનિયાની તને,
સાજન અમે કસમો આપી બેઠા.
ઈચ્છાધારી વિષકન્યા પર,
સાજન અમે વિશ્વાસ કરી બેઠા.
પુષ્પની પાંદડીઓના પ્રહારમાં,
સાજન અમે ખુદને કેદ કરી બેઠા.
મૃગજળ જેવા તારા પ્રેમને,
સાજન અમે 'નિર્દોષ' અમર બનાવી બેઠા.


રામજીભાઈ રાણા 'નિર્દોષ'

 
 
 
Template by Myo Kyaw Htun under C.C