:: પ્રણય ::
Posted by kakasab on Wednesday, August 29, 2007જયારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે
ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર
જુલ્ફો ઢળી હશેને પછી રાત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે
ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમાં
તાર જ રુપરંગ વિષે વાત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે