tag:blogger.com,1999:blog-21699338215763186892024-02-19T23:54:36.707-08:00Aasthakakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2169933821576318689.post-36468423696962649622007-09-16T04:22:00.000-07:002007-09-16T04:23:08.168-07:00તકદીરતકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે 'જલન',
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરીkakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-3333917612882643732007-09-10T23:27:00.000-07:002007-09-11T00:03:13.903-07:00મોંઘવારી મને નડીકેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

જેટલામાં મળતી પહેલા અનાજ ભરી ગૂણ,
તેટલામાં મળી મને ખાલી ગૂણ...

પડ્યો હું બીમાર, લેવા ગયો દવા.
ડોકટરની ફી ચૂકવી વધુ થયો બીમાર.

કર્યો મેં વિચાર બચવાનો મોત છે સરળ ઉપાય,
કારજ ના ખર્ચનો કર્યો હિસાબ અને માંડી વાળ્યો વિચાર.

નામથી ભલે હોય મોંઘી કે લક્ષ્મી,
બધાને આ મોંઘવારી નડી..

બસના ભાડામાં, ગાડીના પેટ્રોલમાં,
બાળકોના નખરામાં, પત્નિની સાડીમાં,
બતીના બીલમાં, મકાનના ભાડામાં,

કેવી રીતે કહું દોસ્તો,
ક્યાં ક્યાં આ મોંઘવારી મને નડી.

નોંધ: રચીયતા કોણ છે તે વિશે જાણવા નથી મળેલ, જો કોઈ ને જાણ હોય તો બતાવશોkakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-30822327820974667032007-09-10T23:20:00.001-07:002007-09-10T23:20:52.028-07:00ઘવાયો છું..હરેક આદમીથી સવાયો છું હું
પ્રત્યેક આયનામાં છવાયો છું હું
આંખો મળે પિગળે હ્યદય મિણવત
ને હરપળ હ્યદયથી ઘવાયો છું હું
ધારો કે એમનો રિવાજ જૂનો,
અજાણતાં એમાં હોમાયો છું હું
ઓજસ પછી નિબિડ તિમીર,
તારલીયો થઈ ઝળકાયો છું હું
મળે બધાને જળ સારો મૃગજળ
કે આખે આખો ફસાયો છું હું
એને ફિકરના જિંદગી કે મરણની,
એના વરદહસ્તે હણાયો છું હું

વિનોદ બામણિયા 'અતીત'kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-4042470740005476012007-09-10T23:18:00.002-07:002007-09-10T23:20:14.907-07:00લોકસાહિત્યનાં ભૂલાઈ ચૂકેલા - પાંચકડા...નિજાનંદ માટે રચાયેલા લોકસાહિત્યે લોકજીવનને તંદુરસ્ત રાખવાનું મુલ્યવાન કાર્ય કર્યુ છે.
આ લાખેણા લોકસાહિત્યના પ્રકારો પણ કેટકેટલા !
લોકગીતો, લોકવારતાઓ, ભજનો, ધોળ, સાવળો,
સરજુ, છંદ, દૂહા, ઉખાણાં, જોડકણાં, હરિયાળી, હડૂલા, રમતગીતો, હોળીના ફાગ,
રામવળા, ચંદ્રવળા, હાલરડાં, સલોકા, ડીંગ, વડછડ, ભવાઈગીતો, છાજિયા, રાજિયા,
મરશિયા ઇત્યાદિ અનેક પ્રકારોમાં પથરાયેલું છે. તેમાં જોડકણાં અને ઉખાણાંને મળતો એક વિશિષ્ટ પ્રકાર છે પાંચકડા...

પાંચકડા માટે કહેવું હોય તો કહી શકાય કે પાંચ ચરણનું હાસ્યપ્રધાન જોડકણું જેમાં ઘણીવાર ગંભીર વાત હસીને કહેવામાં આવે છે.

સારં ગામ સરવેડીને, પાદર ઝાઝાં કૂવા,
બાયું એટલી ભક્તાણીને આદમી એટલા ભૂવા
હરિતારાં પાંચ પાંચકડાં.

સારું ગામ સમાણી, નઈં મોરલી નઈં ખાવા,
મોયાપાંતે મજા કરે છે, એક કૂતરી ને બે બાવા,
હરિ તારા પાંચ પાંચકડાં.

વધુ વાંચો : http://www.orkut.com/CommMsgs.aspx?cmm=34539630&tid=2545687849404412108&start=1kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-42582901343333029922007-09-10T23:18:00.001-07:002007-09-10T23:18:46.381-07:00ઘાયલ બની તો જુઓકોઈ તમારા માટે જીવ આપી શકે છે,
પણ તેના માટે લાગણી તો પેદા કરી જુઓ
તમારાં આવા વર્તનથી લોકો દુ:ખી થાય છે,
ક્યારેક તો એ દુ:ખનો અહેસાસ કરી જુઓ
તમે બીજાને હસાવી શકો છો પણ,
જરા તેના તરફ એક હાસ્ય તો કરી જુઓ
હંમેશા બીજાને સુધારવા સારાં લાગે છે,
પણ એકવાર ખુદને બદલી તો જુઓ
લોકોને તડપાવવા, રડાવવા સારાં લાગે છે,
પણ એકવાર આ તડપ અનુભવી તો જુઓ
લોકોના લોહી વહાવવા સારાં લાગે છે તમને,
પણ એકવાર એક લોહીનું ટીપું તો પાડી જુઓ
કહે છે કે લોકોને ઘાયલ કરતા આવડે છે તમને,
પણ ખુદ એકવાર ઘાયલ બની તો જુઓ

વિજય રાવળ 'રવિ'kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-54678296954830710862007-09-10T22:53:00.001-07:002007-09-10T23:18:06.357-07:00તમે મારી પાસે હોત...આ ચાંદની ખીલી ઊઠત
તારલીયા નભ પર નાચત
મદહોશીનો આલમ હોત
જો તમે મારી પાસે હોત...
લહેર સાગરની ઊછળે,
એમા પણ લય હોત.
ડૂબતી નૌકા પણ સાગરમાં તન્મય હોત
જો તમે મારી પાસે હોત...
એક બીજાનાં આલીંગનમાં
કિનારે ખોવાઈ જાત,
નાળીયેરીના વૃક્ષો ઝુમત
તડકા છાયડાં થયા, ગયા,
ક્યારે એ ખબર ન હોત
જો તમે મારી પાસે હોત...
પવનના લેહરકા તમારા
ગાલના ખંજનને ચુમત
મારા અધર પણ તમારા અધરના પ્યાસા હોત
સંપુર્ણ બ્રહ્નાંડ મારા પ્રેમનું સાક્ષી થાત
મૌસમમાં ગજબ ફોરમ હોત
કાશ ! તમે મારી પાસે હોત...

વિનોદ દેવરા 'પાયલ'kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-51890536862244378622007-09-10T22:53:00.000-07:002007-09-10T22:55:16.372-07:00મુલાકાતતારી સાથેની મુલાકાત,
સાજન અમે પ્યાર સમજી બેઠા.
કોરા કાગળના જીવન પર,
સાજન અમે તારું નામ લખી બેઠા.
મહોબત્તની દુનિયાની તને,
સાજન અમે કસમો આપી બેઠા.
ઈચ્છાધારી વિષકન્યા પર,
સાજન અમે વિશ્વાસ કરી બેઠા.
પુષ્પની પાંદડીઓના પ્રહારમાં,
સાજન અમે ખુદને કેદ કરી બેઠા.
મૃગજળ જેવા તારા પ્રેમને,
સાજન અમે 'નિર્દોષ' અમર બનાવી બેઠા.

રામજીભાઈ રાણા 'નિર્દોષ'kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-8897521539865641402007-09-10T13:10:00.001-07:002007-09-10T13:10:58.199-07:00કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળીકોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી...

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે..........કોણ...

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો......કોણ...

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે.....

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ... બેનડી જુલે ...ભઇલો ઝુલાવે ડાળખી

રચયિતા:- અવિનાશ વ્યાસkakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-79924625536283481542007-09-10T13:08:00.000-07:002007-09-10T13:09:59.653-07:00આસિમ રાંદેરી - કંકોતરીકંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે, એને પસંદ હું છો નથી શાયરી તો છે;
વરસો પછી આ બેસતા વરસે દોસ્તો, બીજુ તો ઠીક એમની કંકોતરી તો છે.

મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને;
ભુલી વફાની રીત ના ભુલી જરી મને, લ્યો,એના લગ્નની મળી કંકોતરી મને.

સુંદર લખેલ હોય તે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રુપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ;
રંગીનીઓ છે એમા ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યની કોઈ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સીરનામું મારું કિધું છે ખુદ એના હાથ થી.ભુલી વફાની રીત ...

કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે;
જ્યારે ઉધાડી રીતે ના કંઈ પ્યાર થાય છે,ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

દુઃખ છે હજારો તો યે હજુ એ જ ટેક છે,
કંકોતરી આ નથી પણ અમસ્તો વિવેક છે.ભુલી વફાની રીત ...

આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો;
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઈ રંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજુ પણ સતેજ છું,
એ પારકી બની હું એનો એ જ છું.ભુલી વફાની રીત ...kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-84373532422237501842007-09-10T13:04:00.000-07:002007-09-10T13:08:28.317-07:00દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે...
નશો પ્રેમ નો કેવો ઢોળાયો... અને..મયકદા બની ગયા તમે...!!!

હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ...
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે...

સબંધોની દિવાલો ખંડેર થઈ...તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી... પછી જુદા થઈ ગયા તમે..

છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ - સોગાદ ...!
જોઈ મુખ અમારુ પછી શાને...પ્રિયે ગદગદા થઈ ગયા તમે..

જનાજો 'અંકુર' નો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા...
અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ... ને... દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..

- હસમુખ ધરોડ 'અંકુર'kakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2169933821576318689.post-19770878137437639912007-08-29T22:19:00.000-07:002007-08-29T22:21:24.690-07:00:: પ્રણય ::જયારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે

ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર
જુલ્ફો ઢળી હશેને પછી રાત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશે

ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમાં
તાર જ રુપરંગ વિષે વાત થઈ હશે
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઈ હશેkakasabhttp://www.blogger.com/profile/08601891008048910112noreply@blogger.com0