આસિમ રાંદેરી - કંકોતરી

Posted by kakasab on Monday, September 10, 2007

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે, એને પસંદ હું છો નથી શાયરી તો છે;
વરસો પછી આ બેસતા વરસે દોસ્તો, બીજુ તો ઠીક એમની કંકોતરી તો છે.

મારી એ કલ્પના હતી કે વિસરી મને, કિંતુ એ માત્ર ભ્રમ હતો થઈ ખાતરી મને;
ભુલી વફાની રીત ના ભુલી જરી મને, લ્યો,એના લગ્નની મળી કંકોતરી મને.

સુંદર લખેલ હોય તે સુંદર પ્રસંગ છે, કંકોતરીમાં રુપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ;
રંગીનીઓ છે એમા ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમકાવ્યની કોઈ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સીરનામું મારું કિધું છે ખુદ એના હાથ થી.ભુલી વફાની રીત ...

કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે;
જ્યારે ઉધાડી રીતે ના કંઈ પ્યાર થાય છે,ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.

દુઃખ છે હજારો તો યે હજુ એ જ ટેક છે,
કંકોતરી આ નથી પણ અમસ્તો વિવેક છે.ભુલી વફાની રીત ...

આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો;
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઈ રંગ પણ ગયો.

હું દિલની લાગણીથી હજુ પણ સતેજ છું,
એ પારકી બની હું એનો એ જ છું.ભુલી વફાની રીત ...

0 comments:
 
 
 
Template by Myo Kyaw Htun under C.C